Vadodara: જીપ ચાલકે એક્ટિવા પર જતા ત્રણને લીધા અડફેટે, સાત વર્ષના માસૂમનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jul 2021 11:24 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના (Vadodara) માંજલપુરમાં શનિવારે મોડી રાતે હિટ એંડ રનની (Hit and Run) ઘટના બની હતી. મોડી રાતે માંજલપુર વિસ્તારમાં રેસિંગ જીપ ચાલકે એક્ટિવા (activa) પર જતા ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા હતા.. જેમાં સાત વર્ષના કવિશ પટેલ નામના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યુ હતુ. એટલુ જ નહી જીપ ચાલકે હિટ એંડ રનની ઘટના બાદ અલવા નાકા પાસે ડિવાઈડર પર પણ જીપ અથડાવી હતી. અકસ્માત સર્જ્યા બાદ આરોપી જીપ મુકીને ફરાર થઈ ગયો. માંજલપુર પોલીસે પણ ઘટનાસ્થળ પર પહોંચીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.