Vadodara News: વડોદરાના સાવલી નજીક રોડની સાઈડમાંથી મળ્યો યુવકનો મૃતદેહ

Continues below advertisement

વડોદરાના સાવલી નજીક રોડની સાઈડમાંથી એક શખ્સનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. અજબપુરા ગામના વતની રાજેશ પરમારની પરથમપુરા (શિહોરા)ની સીમમાંથી લાશ મળી આવી છે. માથાના ભાગે ગંભીર ઈજા અને હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ જોવા મળી છે. મૃતક યુવકની હત્યા કરાયની પોલીસને આશંકા છે. 

મૃતક રાજેશ ઘરેથી અમદાવાદ જવાનું કહીને નીકળ્યો હતો. આજે સવારે તેનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અજબપુરા ગામના વતની રાજેશ પરમાર જેના માથાના ભાગે ગંભીર ઈજા છે, હાથમાં પણ ફ્રેક્ચર છે, એટલે પોલીસને આશંકા છે કે યુવકની હત્યા થઈ હોઈ શકે છે. જોકે, આ જ આશંકાના આધારે પોલીસ તપાસ કરી રહી છે કે આખરે કોણ હત્યારા હોઈ શકે છે અને હત્યા કર્યા પાછળનું કારણ શું હોઈ શકે છે?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram