Godhra News | ગોધરાની શાળામાં એન્યુઅલ ફંક્શન માટેનો મંડપ તૂટતા 13 વિદ્યાર્થી ઘાયલ
Godhra News | ગોધરામાં મંડપનો કેટલોક ભાગ તૂટતા 13 બાળકો થયા ઇજાગ્રસ્ત. ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલ હોલી ચાઈલ્ડ શાળા માં બની ઘટનાં. શાળાના એન્યુઅલ ડે માટે બાંધવામાં આવી રહેલા મંડપનો કેટલોક ભાગ ધરાસાઈ થતાં બાળકો થયા ઇજાગ્રસ્ત. નિર્માણાધિન મંડપ નીચે કેટલાક બાળકો કરી રહ્યા હતા ડાન્સ પ્રેક્ટિસ. ધટના માં 13 વિદ્યાર્થી ને પહોચી સામાન્ય ઈજા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ ને ખાનગી હૉસ્પિટલ મા સારવાર આપ્યા બાદ ઘરે મોક્લી અપાયા . સ્ટેજ પાછળના ટેકા ન હોવાના કારણે ધટના બની હોવાનું મંડપ કારીગરે જણાવ્યુ. ભૂલ સ્વીકારવાને બદલે ડેકોરેશન સંચાલક મહિલા મીડિયા સામે થયા લાલઘુમ. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની સંખ્યા છૂપાવવા અને સમગ્ર મામલો દબાવવા શાળા સંચાલક દવારા પણ પ્રયાસ કરવામાં આવ્યા. નિર્માણાધિન મંડપ નીચે બાળકોને પ્રેક્ટિસ કેમ કરવા માટે જવા દેવામાં આવ્યા તે એક મોટો પ્રશ્ન.