Indian Fishermen | પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 80 ભારતીય માછીમારો પહોંચ્યા માદરે વતન, પરિવારમાં ખુશીનો માહોલ

Continues below advertisement

Indian Fishermen |  ભારતીય માછીમારો માછલાં પકડવા માટે ઘણી વાર પાકિસ્તાનની જળ સીમામાં પ્રવેશ કરતા હોય છે ત્યારે પાકિસ્તાન દ્વારા તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકારના પ્રયત્નોથી વાટાઘાટો બાદ પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને દિવાળી પર્વ પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા.મત્સ્ય વિભાગના આસિસ્ટન્ટ ડિરેકટર જીગ્નેશ કુમાર, ડૉ.ધ્રુવ દવે, કૌશિક દવે, પરવેઝ ઝીલાની,ઓનરાઝા મકરાની સહિતના અધિકારીઓએ તેમનો  કબજો મેળવ્યો હતો.આ તમામ માછીમારોને વર્ષ 2020માં પકડવામાં આવ્યા હતા. હજી 200 જેટલા માછીમારો ઓઆકિસ્તાનની જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે મુક્ત કરાયેલ માછીમારો પોતાના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી શકશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram