Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલ
દાહોદ જિલ્લાના ગુણા ગામમાં નાઇટ વિઝન ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો. 169 કિલો ગાંજા સાથે એક મહિલા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી. 74 વર્ષીય બચુ સાહેબા બારિયા, ગુલાબસિંહ બારિયા અને રમિલાબેન બારિયાએ પોતાની માલિકીના ચાર ખેતરમાં ગેરકાયદે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. ગાંજાના છોડ સંતાડવા માટે સાડીઓની આડસ કરી રાખી હતી, પરંતુ એઆઈની મદદથી કેમેરા ઝૂમ કરી ગાંજાના છોડનો રંગ બદલાતા તેમની ઓળખ થઈ. બચુ સાહેબા બારિયાના ખેતરમાં તપાસ કરતાં હળદર, રતાળું, મરચાના ખેતરમાં લીલા ગાંજાના છોડનું વાવેતર ઝડપાયું, તેમજ 300 મીટર દૂર એક બીજા ખેતરમાં મકાઈના વાવેતરની વચ્ચેના ભાગેથી ગાંજાના છોડનું વાવેતર પકડાયું. ત્રીજા ખેતરમાં રમિલાબેન બારિયાની હાજરી મળી આવી હતી અને ખેતરમાંથી મકાઈ વાવેતરની વચ્ચે ગેરકાયદે ગાંજાના છોડ ઝડપાયા. હાલ તો 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.