વડોદરામાં પાખંડી પ્રશાંત ઉપાધ્યાયને મદદ કરનાર શિષ્યા દિશાની ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં પાખંડી પ્રશાંત ઉપાધ્યાયને મદદ કરનાર વધુ એક શિષ્યાની ધરપકડ કરવામાં આવી છે..પોલીસે પાખંડીની મદદ કરનાર શિષ્યા દિશા ઉર્ફે જોનની ધરપકડ કરી છે.જ્યારે અન્ય આરોપી દિશા જસવાની વિદેશમાં છે. જ્યારે ઉન્નતી જોશીનું પોલીસ સરનામું શોધી રહી છે.વર્ષ 2015માં પોતાના જ સેવકની પંદર વર્ષીય કિશોરી પર ઢોંગીએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી અને ઢોંગી મહંત પ્રશાંતે પીડિતાનો વીડિયો બનાવી બદનામ કરવાની ધમકી આપી 10 વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરી હતી. સેવા કરવાના બહાને પીડિતાને આશ્રમમાં બોલાવી આરોપી કેફી ગોળી આપી દુષ્કર્મ ગુજારતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જો કે હાલતો પોલીસે એક શિષ્યાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે..