Vadodara Heavy Rain | વડોદરાના વિવિધ શહેરોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણી
abp asmita
Updated at:
25 Sep 2024 11:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા જિલ્લામાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.. અહીંયાના કરજણ, ડભોઈ, શિનોર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.. શિનોરમાં નાની ભાગોળ, મોટી ભાગોડ, માલસર રોડ, સેગવા રોડ, સાદલી માર્ગ પર ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે રસ્તા પરથી પાણી વહેતા થયા હતા... શિનોરના સાદલીમાં વીજળી ગુલ થઈ ગઈ જેથી લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગની પણ આગાહી છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. જો કે વડોદરાના ગ્રામ્ય વિસ્તાર એવા શિનોરના માલસર રોડ સહિત આસપાસના ગ્રામી વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.. જેના કારણે શેરીઓમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા... વાતાવરણમાં બફારો ખૂબ જ વધી ગયો હતો.