બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળતા ફફડાટ, ભારત સહિત પાંચ દેશોમાં નવા વાયરસથી દહેશત

Continues below advertisement
બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળતા ફફડાટ ફેલાયો છે. બ્રિટન સરકારે વાયરસનો નવો સ્ટ્રેન નિયત્રણ બહાર હોવાની ચેતવણી આપી છે. આ સાથે જ બ્રિટનમાં ક્રિસમસ બબલ કાર્યક્રમ પણ રદ કરી દેવામાં આવ્યો છે. જ્યારે યુરોપિયન યુનિયનના અનેક દેશોએ બ્રિટેનથી આવતી ફ્લાઈટો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.  કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઓછામાં ઓછા 5 દેશમાં ફેલાઇ ચુક્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડેઇલી મેલના રિપોર્ટ પ્રમાણે, બ્રિટનની સાથે સાથે ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇટાલીમાં પણ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હોવાની પુષ્ટિ થઈ ચુકી છે. બ્રિટનનો એક પ્રવાસી રોમ પહોંચ્યો હતો, જેના કારણે ઇટાલીમાં નવો કોરોના વાયરસ મળ્યો હતો. ફ્રાંસમાં પણ નવા વાયરસને લઇ ચેતવણી આપવામાં આવી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram