Canada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

Continues below advertisement

Canada Restaurant Viral Video: ભારતમાં બેરોજગારીનો દર ઘણો વધી રહ્યો છે. એટલે જ ભારતના ઘણા યુવા વિદ્યાર્થીઓ વધુ સારા ભવિષ્ય માટે ભારત છોડીને વિદેશ તરફ વળે છે. પ્રથમ નંબરે ભારતીયોની પસંદ કેનેડા છે. પછી અમેરિકા, UAE, ઓસ્ટ્રેલિયા અને બાકીના દેશો છે. જો પંજાબની વાત કરીએ તો મોટાભાગના પંજાબી લોકો કેનેડામાં રહે છે. અને દર વર્ષે પંજાબમાંથી ઘણા લોકો કેનેડા જાય છે. કેનેડામાં હાલમાં 16 લાખથી પણ વધુ ભારતીય મૂળના લોકો રહે છે.

વર્ષ 2025 સુધીમાં આ સંખ્યા 20 લાખને પાર કરી જશે. પરંતુ તે ભારતીયો કેવી સ્થિતિમાં કેનેડામાં રહે છે, તેનો સાચો અંદાજ લગાવવો મુશ્કેલ છે. મોટાભાગના ભારતીયો જે અભ્યાસ માટે જાય છે તેઓ પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં કેનેડાથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક રેસ્ટોરન્ટમાં વેઈટર અને નોકરની નોકરી માટે હજારો ભારતીયો લાઈનમાં લાગ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram