બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનથી હાહાકાર, લગાવાયું દેશવ્યાપી લોકડાઉન
Continues below advertisement
લંડનઃ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેનથી અનેક દેશો અત્યાર સુધીમાં પ્રભાવિત થયા છ. આ દરમિયાન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને રાષ્ટ્રને સંબોધિત કરીને દેશમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો વધુ કડક કરી દીધા છે. જે અંતર્ગત સ્કૂલોને બંધ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું, કોરોનાનો નવો સ્ટ્રેન વધારે ખતરનાક છે. લોકડાઉનના આ ફેંસલાથી લોકોની જિંદગી બચી શકે છે.
Continues below advertisement