ચીનમાં ફીશ એક્સપોર્ટરોના ફસાયા નાણાં, ચીનની અવળચંડાઇથી માછીમારો પરેશાન
ભારતના ફીશ એક્સપોર્ટરોના નાણાં ચીનમાં ફસાયા હતા. ચાઈનાએ 36 કરોડ રૂપિયાની માછલી ખરીદ્યા પછી રૂપિયા ન ચૂકવતા માછીમાર એક્સપોટરોની મુશ્કેલી વધી હતી. ઓલ ઇન્ડિયા ફિશ એક્સપોટરોની બેઠકમાં ચીનની અવળચંડાઈ અને ફસાયેલા રૂપિયા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સરકાર મદદ કરે તેવી માછીમાર એસોસિએશને માંગ કરી હતી.