નિકોલમા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો ભત્રીજો દારૂના કેસમાં જેલ ભેગો, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: ગુજરાત સરકાર દારૂબંધીના કડક અમલ માટે મહેનત કરી રહી છે ત્યારે બીજી બાજુ અમદાવાદ જેવા શહેરમાં દારૂના અડ્ડાથી કંટાળેલા રહેવાસીઓને જનતા રેઈડ કરવાની ફરજ પડી રહી છે. નિકોલમા આવેલા ગોકુલ એપાર્ટમેન્ટમાં ચાલતા અડ્ડા પર લોકોએ હોબાળો કરતા સ્થળ પર આવેલી પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. પોલીસે રૂ 65,500ના દારૂના જથ્થા સાથે એક આરોપી વિપુલ કુકડીયાની ધરપકડ કરી હતી. પરંતુ ભાજપના મહિલા કોર્પોરેટરો ગીતાબેનનો ભત્રીજો એવો બીજો આરોપી મનિષ ગઢીયા હજુ પોલીસની પકડથી દૂર છે. છેલ્લા બે વર્ષથી ગોકુલ એપાર્ટમેન્ટમાં ધમધમતા દારૂના અડ્ડાથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાએ હોબાળો મચાવીને રેડ કરતા દારૂનો જથ્થો પણ પકડાયો હતો. પરંતુ પોલીસ કોર્પોરેટરના ભત્રીજાને પકડવામા નિષ્ફળ રહી છે. ત્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ હપ્તા લઈને બુટલેગરોને છાવરી રહી છે.
Continues below advertisement