નાથુલાઃ સંરક્ષણ મંત્રીએ સમજાવ્યો 'નમસ્તે'નો અર્થ, ચીની સૈનિકો હાથ જોડીને ઉભા રહ્યા, જુઓ વીડિયો
Continues below advertisement
નવી દિલ્લી: ભારત-ચીન સરહદના પ્રવાસે સિક્કિમના નાથુલા પહોંચેલા રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે ચીની સૈનિકોને નમસ્તેનો અર્થ સમજાવ્યો હતો. શનિવારે નિર્મલાસીતારમણે ચીની સૈનિકો સાથે સંવાદ કર્યો અને તેમને જણાવ્યું કે નમસ્તે સંબોધનનો અર્થ શું છે. ચીનના સૈનિકોએ પણ ચીની ભાષામાં તેનો જવાબ આપ્યો અને હાથ જોડીને અભિવાદન કર્યું.
સંરક્ષણ મંત્રાલયે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં આ સમગ્ર સંવાદ દેખાડવામાં આવ્યો છે. ડોકલામમાં સરહદ વિવાદ બાદ બંને દેશોના સૈનિકોની વચ્ચે તણાવ વધ્યો હતો.
Continues below advertisement