ભારતને ગાળો દેતા કોમેડીયન ઓમર શરીફ અને રઈસની હીરોઈન માહિરાનો વિડીયો વાયરલ

Continues below advertisement

મુંબઇઃબોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ રઇસ વિવાદોમાં ફસાતી નજરે પડી રહી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલી પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ભારતને  ગાળો આપતી જોવા મળી રહી છે. 

એક અહેવાલ અનુસાર, માહિરાનો આ વીડિયો 2011નો છે. વીડિયોમાં માહિરા ખાન એક ચેટ શોમાં જોવા મળી હતી. માહિરા ચેટ શોમાં ભારતને ગાળો આપતી અને ભારતની ટીકા કરતી જોવા મળી રહી છે.

 નોંધનીય છે કે માહિરા ખાન રઇસ ફિલ્મમાં શાહરૂખ ખાનની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. વીડિયોમાં માહિરા ખાન પાકિસ્તાની કોમેડિયન ઉમર શરીફ સાથે વાત કરતી જોવા મળી રહી છે.

 ઉમર શરીફ સાથેની વાતમાં માહિરા ભારતની ટીકા કરે છે અને પાકિસ્તાની હોવાની વાતનો ગર્વ લે છે. ઉમર કહે છે કે “ઇન્ડિયાની કોઇ યુવતી આટલી સુંદર નહીં હોય. મેં તો નક્કી કર્યું છે કે મારે તો ફક્ત મારા દેશને પ્રમોટ કરવો છે. ઓનલી પાકિસ્તાન.”

 જેના પર માહિરા કહે છે કે, “એકદમ યોગ્ય વાત છે.” તમારે ભારતથી પ્રેરિત થવાની જરૂર નથી. બિલકુલ પણ નહીં. અમે લોકો બોલિવૂડ નથી. ઉમર કહે છે કે, મારે અહીં (પાકિસ્તાનમાં) જીવવું છે, અહીં મરવું છે તો અહીંની જ વાત કરીશ. તેના પર માહિરા  ‘હા’ કહે છે.

સોનમ મહાજન નામના ટ્વિટર એકાઉન્ટમાં આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શાહરૂખ ખાન માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની રઇસ ફિલ્મ 25, જાન્યુઆરીના રોજ રીલિઝ થશે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram