તિથલ બીચ પર દરિયા કિનારે પગથિયે બેઠેલા પિતા-પુત્રી તણાયા, પિતાનું મોત, જુઓ વીડિયો

Continues below advertisement
વલસાડ: તિથલ બીચ પર ફરવા આવેલા નાની દમણના પરિવારના ચાર સભ્યો તિથલ દરિયા કિનારે પગથિયા પર બેઠા હતા. દરમિયાન એક મોટું મોજું આવતા પિતા-પુત્રી સહિત ચાર વ્યક્તિ દરિયામાં તણાઇ ગયા હતા. જેમાંથી  પિતાનું મોત નિપજ્યું હતું. શકીલ યુસુફ પટેલ (ઉ.વ.40) તેમના ફેમિલી સાથે વલસાડના તિથલ બીચ પર ફરવા માટે આવ્યા હતા. તિથલ પર તેઓ દરિયામાં ઉતરતા પગથિયા પર પોતાની 8 વર્ષિય પુત્રી ઝરા સાથે બેઠા હતા. દરમિયાન એક મોટું મોજું આવ્યું અને બંનેને ખેંચી લઇ ગયું હતુ. જેમાં પુત્રીને બચાવવામાં શકીલભાઇ અંદરને અંદર જતા ગયા અને ડૂબતા ગયા હતા. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram