તાપીઃ અચાનક આઇશર રોડ પર આવી જતાં સર્જાયો ટ્રિપલ અકસ્માત, એકનું મોત, જુઓ LIVE VIDEO
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતઃ વ્યારાના ઇન્દુ ગામ પાસે ટ્રિપલ અકસ્માત થતાં એકનું મોત થયું છે. બાઇક અને કાર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક આઇશર રસ્તા પર આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર બેઠેલી એક વ્યક્તિનું મોત થયું હતું. આ સંપૂર્ણ ઘટના કારમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના નેશનલ હાઈવે નંબર 53 પર વ્યારાના ઈન્દુ ગામ પાસે બની હતી. બાઈકમાં બેઠેલા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજા પહોંચતા સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કારમાં સવાર લોકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને કારને નુકસાન થયું હતું.