અમદાવાદમાં કથિત લઠ્ઠાકાંડ મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શું કહ્યું? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ સોલામાં કથિત લઠ્ઠાકાંડ મામલે હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે કથિત લઠ્ઠો પીધા પછી ચાર યુવકોની હાલત લથડી હતી, જેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં બે દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ત્યારે આજે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલે આ દર્દીઓની મુલાકાત લીધી હતી. આ મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ પ્રતિક્રિયા આપી હતી અને ભાજપને આડેહાથ લીધી હતી.
પરેશ ધાનાણીએ લઠ્ઠા કાંડ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ભાજપના રાજમાં ઝૂમતું ગુજરાત બન્યું હોવાનો આરોપ લગાવ્યો. 22 વર્ષના પોતાના પાપ છુપાવવા માટે ભાજપ સરકાર નવી પેઢીને નશામાં વ્યસ્ત રાખે છે અને અસામાજિક તત્વોને પોષે છે. વર્ષ 2008 માં પણ અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો હતો અને એનું આજે પુનરાવર્તન થયું છે. ભાજપ સરકારની યોજનાઓ ફક્ત કાગળ પર હોય છે તે જ રીતે કડક દારૂબંધી પણ કાગળ પર છે. ઉડતા પંજાબ ની જેમ ઝૂમતું ગુજરાત બન્યું છે અને તે ભાજપ સરકારની દેન છે. ડ્રગ્સ, દારૂ, જુગાર નું બદીઓ ફૂલીફાલી છે અને કોઈ રોકટોક નથી. ખાલી બોટલો ની જો લાઇન કરવામાં આવે તો તે ગાંધીનગર થી દિલ્હી સુધી પહોંચે તેટલો દારૂ રોજનો ગુજરાતમાં પીવાય છે.