બાળકીઓના રેપ પર મળશે મોતની સજા, કેબિનેટની વટહુકમને મંજૂરી

Continues below advertisement

નવી દિલ્હીઃ 12 વર્ષની બાળકી પર રેપના દોષિતોને મોતની સજા આપવાના પ્રસ્તાવને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. શનિવારે મળેલી કેન્દ્રિય કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 12 વર્ષ સુધીની બાળકો પર બળાત્કારના આરોપીઓને ફાંસીની સજા માટે પોક્સો એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સરકાર હવે આ માટે વટહુકમ બહાર પાડશે.

 કેબિનેટ બેઠકમાં પોક્સો એક્ટમાં સંશોધનની મંજૂરી મળ્યા બાદ 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ પર રેપના દોષિતોને મોતની સજા આપવાનો રસ્તો સાફ થઇ ગયો છે. આ વટહુકમમાં આ પ્રકારના કેસમાં ફાસ્ટટ્રેક કોર્ટ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. ફોરેન્સિક તપાસ મારફતે પુરાવા એકઠા કરવાની વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. 

ઉન્નાવ અને કઠુઆમાં સગીરા પર રેપ બાદ દેશમાં ખૂબ વિરોધનો માહોલ છે. સુરતમાં 11 વર્ષની બાળકી પર રેપ બાદ તેની હત્યા કરી દેવામાં આવી. આજે ઇન્દોરમાં પણ ચાર મહિનાની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કર્યાની ઘટના સામે આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram