હાર્દિક પટેલ સહિત PAASના 51 કાર્યકરોએ બોટાદના લાઠીદડમાં કરાવ્યું મુંડન, જુઓ વિડીયો
Continues below advertisement
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓએ મૂંડન કરાવી સરકાર દ્ધારા થતાં અત્યાચારનો વિરોધ કર્યો હતો. હાર્દિક પટેલ સહીત 51 પાટીદારોએ બોટાદના લાઠીદડ ગામે મૂંડન કરાવી સરકારનો વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનને ફરીથી સક્રીય બનાવવાના પ્રયાસમાં છે.
આજે સરકાર પર અત્યાચારનો આરોપ લગાવી હાર્દિક પટેલ સહીત 51 પાટીદારોએ મૂંડન કરાવ્યુ હતું. સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિએ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. મૂંડન કરાવ્યા બાદ પાટીદાર નેતાઓ ભાવનગરના રાંદલ દડવા ખાતે દર્શન કરવા જશે. આ યાત્રામાં 200 જેટલી કારનો કાફલો જોડાશે તેનો દાવો પાસ દ્ધારા કરવામાં આવ્યો હતો.
Continues below advertisement