હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગામમાં શું ઇચ્છા વ્યક્ત કરી? જુઓ વીડિયો
Continues below advertisement
મુખ્યમંત્રી વિજય રૂપાણી 20 એપ્રિલે જૂનાગઢના ચણાકા ગામ પોતાના દાદા એટલે પુરખોના ગામ આવ્યા હતા, ત્યારે હાર્દિક પટેલ પણ ચણાકા ગામે એક ધાર્મિક કાર્યક્રમ હાજરી આપી હતી. હાર્દિકે એવી વાત કરી હતી કે મને ગામ લોકોનો ખુબ આગ્રહ હતો કે તમારે હાજરી આપવી પડશે, એટલે હું આવ્યો છું અને સીએમનું ગામ છે ત્યારે હું ભગવાન પાસે પ્રાર્થના કરું કે એ તો 55 વર્ષે સીએમ બન્યા મને તો હજુ 23 વર્ષ થયા છે ત્યારે આ ગામમાં આવીને મારા નશીબ ખુલે અને હું પણ સીએમ બની શકું ત્યારે હાર્દિક પટેલને મુખ્યમંત્રી બનવાના સપના આવી રહ્યા છે અને બીજી તરફ ઉપસ્થિત મહિલાઓને ટકોર કરી હતી કે દાંડીયારાસના ક્લાસ ઓછા કરો અને કરાટેના ક્લાસ પણ કરો જેનાથી સશક્ત ભારતનું નિર્માણ થાય.
Continues below advertisement