PAASના સભ્યોની અનામત મુદ્દે કોંગ્રેસ સાથે બેઠક, કોંગ્રેસ કરી શકે છે મોટી જાહેરાત

Continues below advertisement
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ત્રણ નવેમ્બર પહેલા અનામતને લઈને પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે. હાર્દિક પટેલની ચિમકી પછી ગુજરાત કોંગ્રેસ દ્વારા આજને અનામત મુદ્દે મંત્રણા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને લઈને આજે પાસના કન્વીનરો કોંગ્રેસ સાથે મીટિંગ કરી રહ્યા છે. હાલ પાસ અને કોંગ્રેસની મીટિંગ ચાલી રહી છે. સાંજે આ મુદ્દે કોંગ્રેસ પત્રકાર પરિષદ કરવાનું છે. ત્યારે આજે કોંગ્રેસ પાટીદારોને અનામતને લઈને મોટી જાહેરાત કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ મીટિંગમાં હાર્દિક પટેલ હાજર નથી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram