સુરતમાં ભાજપના પ્રમુખ ઋત્વિજની રેલીમાં કોણે ફેંક્યા ઇંડા? ભાજપ કાર્યકરોએ કરી કેવી ધોલાઇ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં ગઈ કાલે ગુજરાત ભાજપના યુવા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલની રેલીમાં પાટીદારોએ ઇંડા ફેંક્યા હતા. એટલું જ નહીં ઋત્વિજની પાઘડી જમીન પર ફગાવી દીધી હતી અને તેમના પર કાળી શાહી ફેંકતાં સનસનાટી મચી ગઈ હતી. રેલીના રૂટ પર ઇંડા, પાણીના પાઉચ ફેંકવા ઉપરાંત પાટીદારોએ વિરોધ પ્રદર્શન કરી ભાજપના બેનરો ફાડી નાંખતા વાતાવરણ ગરમાયું હતું. તો સામે પક્ષે આ ઘટનાના પ્રત્યાઘાતમાં પુણાગામ સીતાનગર ચોકડીએ પાસના કાર્યકર વિજય માંગુકીયા પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હતો. જુઓ આ વીડિયો