Video: ચાલુ મેચે બોલિંગ ભૂલી ગયો આ પાકિસ્તાન બોલર્સ, હાજર પ્રેક્ષકોએ બોલાવ્યો હુરિયો
Continues below advertisement
ક્રિકેટના મેદાન પર ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે જેને જોઈને લોકો ચોકીં જતા હોય છે. આવું જ પાકિસ્તાની ફાસ્ટ બોલર વહાબ રિયાઝ સાથે થયું. દુબઈમાં શ્રીલંકા વિરુદ્ધ રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કેપ્ટન સરફરાઝ અહમદે રિયાઝને બોલિંગ માટે બોલાવ્યો. શ્રીલંકાની ઈનિંગની 111મી ઓવરમાં રિયાઝે પહેલા ચાર બોલ તો એકદમ વ્યવસ્થિત રીતે ફેંક્યા પણ તેના પછી જે બન્યું તે ખૂબ જ વિચિત્ર હતું.
આ એટલું શરમજનક હતું કે, પાકિસ્તાનના કોચ મિકી આર્થરે કંટાળીને પોતાની ખુરશી છોડી દીધી. તે દુ:ખી થઈને ડ્રેસિંગ રૂમમાં જતો રહ્યો. અસલમાં વહાબ રિયાઝે ઓવરનો પાંચમો બોલ ફેંકવા એક-બે કે ત્રણ વાર નહીં પાંચ વાર રન-અપ લીધો પણ તે બોલ ફેંકી જ ન શક્યો.