પાલનપુરઃ ટ્રક, બસ અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત, કારમાં બેઠેલા ત્રણના મોતની આશંકા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુરમાં એરોમા સર્કલ પાસે ટ્રક-લક્ઝરી બસ અને કાર વચ્ચે ટ્રિપટલ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને લક્ઝરી વચ્ચે કાર દબાઇ જતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ત્યારે કારમાં બેઠેલા ત્રણેય લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. કારમાં ફસાયેલા લોકોને કાઢવાની કવાયત અત્યારે ચાલું છે. અકસ્માત પછી લોકોના ટોળેટોળા રોડ પર આવી જતાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. બીજી તરફ પોલીસને ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.