પાટણઃ ખારાધરવામાં ઉજવાયો વારાહી માતાજીનો પાટોત્સવ, આવ્યું લાખોનું દાન

Continues below advertisement

અમદાવાદઃ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારાધરવા ગામમાં વારાહી માતાજીનો પાટોત્સવ-2017 યોજાયો હતો. સુરત, અમદાવાદ , વડોદરામાં રહેતા ખારાધરવાના લોકોએ મોટી સંખ્યામાં પાટોત્સવમાં ભાગ લીધો હતો. પાટોત્સવની શરૂઆતમાં મહેસાણાથી ખારાધરવા સુધી ચાલતા આવેલા ખારાધરવાવાસીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખારાધરવામાં વારાહી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાઇઓ અને બહેનોએ ગરબાની મોજ માણી હતી.

 આયોજનકર્તાઓના કહેવા પ્રમાણે, પાટોત્સવ નિમિતે ગામની દીકરીઓને ચાંદીના સિક્કાની ભેટ આપવામાં આવી હતી. ગામના લોકો તરફથી આ નિમિતે આશરે 15 લાખ રૂપિયાનું અધધ દાન આપવામાં આવ્યું હતું. ગરમીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાતા ઉત્સવ અનેરો બન્યો હતો. બાદમાં રાત્રે ડાયરાનું આયોજન કરાયું હતુ. જેમાં ઇશ્વરભાઇ ચૌધરીએ સવારના સાડા ત્રણ વાગ્યા સુધી રમઝટ બોલાવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram