ગોતામાં યોજાયું રસ્તાઓનું બેસણું, સફેદ કપડાં પહેરી લોકોએ બોલાવી રામધૂન, પોક મૂકીને રડ્યા કાકા.......જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદઃ અમદાવાદાના ગોતા વિસ્તારમાં બિસ્માર રસ્તાઓને કારણે પડતી હાલાકી સામે આજે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ આજે રસ્તાઓનું બેસણુ યોજી અમદાવાદ કોર્પોરેશન સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. બિસ્માર રસ્તાઓ મામલે હાઇકોર્ટની ફટકાર છતાં રસ્તાઓની હાલત ન સુધરતા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. 

રસ્તાઓનું બેસણુ કરી લોકોએ અધિકારી અને ધારાસભ્યના કાને વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદના ગોતા વિસ્તારના લોકોએ ધારાસભ્ય ભૂપેંદ્ર પટેલ અને અધિકારીઓને રજૂઆતો કરી હતી. દરમિયાન લોકોએ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને તેમના ઘર પાસેનો રસ્તો ખોદી નાખવામાં આવશે તેવું કહ્યું હતું. 

રસ્તાઓના બેસણામાં મોટી સંખ્યામાં મહિલા, યુવકો અને બાળકો સહિત સ્થાનિક લોકો જોડાયા હતા. બેસણા દરમિયાન રામધૂન પણ કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી રસ્તો તૂટેલા હોવા છતાં સમારકામ થયું નથી અને તેના વિરોધમાં લોકો બેસુણું યોજી વિરોધ કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram