વાડજઃ હત્યાના આરોપીઓએ પકડવાની માંગ સાથે મૃતકના પરિવારજનોનો હોબાળો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ અમદાવાદના વાડજ વિસ્તારમા યુવકની હત્યા મામલે આજે પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. હત્યાના આરોપીઓને ઝડપવાની માંગ સાથે પરિવારજનોએ પોલીસ સ્ટેશન સામે વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાત્રે પાણી બાબતે બસ સ્ટેન્ડ નજીક ચાર આરોપીઓએ યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. લોકોએ બાદમાં એક આરોપીને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર થવામા સફળ રહ્યા હતા.