MP: ચૂંટણી પ્રચાર કરવા ગયેલા બીજેપીના નેતાને લોકોએ જૂતાનો હાર પહેરાવ્યો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભોપાલઃ મધ્યપ્રદેશના ધામનોદમાં નગરપાલિકાના અધ્યક્ષપદ માટે બીજેપીના ઉમેદવાર દિનેશ શર્માને મતદારોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. દિનેશ શર્મા ગુલઝરા વોર્ડમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા આ દરમિયાન નારાજ મતદારોએ તેમને જૂતાની માળા પહેરાવી પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. આ વોર્ડમાં પરસરામ પાટીદારો વધુ છે અને તેઓ બીજેપી સમર્થિત મતદારો છે. ગયા વખતે નગરપાલિકાના અધ્યક્ષ પદે બીજેપી નેતા હોવા છતાં વોર્ડની પાણીની સમસ્યા ઉકેલાઇ ન હોવાના કારણે તેઓ નારાજ હતા. લોકોએ દિનેશ શર્માને જૂતાની માળા પહેરાવી નારાજગી વ્યક્ત કરી હતી.