ઘર બહાર રમતાં બાળક પર પાળતું કૂતરાનો હુમલો, છોડાવનારાઓને પણ બચકાં ભર્યા, હચમચાવી દે તેવો વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Apr 2018 12:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવી દિલ્લીઃ શહેરના ઉત્તમનગર ખાતે આવેલી જે.જે.કોલોનીમાં ઘર બહાર મિત્રો સાથે રમી રહેલા બાળક પર પાળતું કૂતરાએ હુમલો કરી દીધો હતો. કૂતરો પાછળ દોડતાં બીજા બાળકો દોડીને એક ઘરમાં જતાં રહ્યા હતા. જોકે, આ બાળક પાછળ રહી જતાં તેના પર હુમલો કરી દીધો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે, કૂતરો બાળક પર તૂટી પડે છે. દરમિયાન એક મહિલા અને અન્ય લોકો આવી જાય છે અને કૂતરાને દૂર કરવાનો પ્રયાસ કરે છે. કૂતરો તેમના પર પણ હુમલો કરી દે છે. આ ડ્રામા લગભગ દસ મિનિટ સુધી ચાલ્યો હતો.