PM મોદીએ ગ્લોબલ ટ્રેડ શૉનું કર્યું ઉદઘાટન, ઉપસ્થિત લોકોનું ઝીલ્યું અભિવાદન

Continues below advertisement
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે સાંજે સાડા પાંચ વાગ્યે નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શૉના ઉદઘાટન માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું હતું. આ પછી ખૂલ્લી કારમાં બેસીને ટ્રેડ શોમાં ફર્યા હતા અને ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પહેલા મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે નવા ગાંધીનગર રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું હતું.

તેમણે આ રેલવે સ્ટેશનના મોડેલ અંગે તેમણે જાણકારી પણ મેળવી હતી. તેમની સાથે કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ, મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. રેલવે સ્ટેશન પર 500 કરોડના ખર્ચે નિર્માણ પામનારી હોટલનું પણ ખાતમૂહુર્ત કર્યું હતું.

આજે બપોરે 1.30 વાગ્યે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય અધિકારીઓએ મોદીનું સ્વાગત કર્યું હતું. મોદી વાઇબ્રન્ટ 2017નું ઉદ્ધાટન કરવા માટે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આ વખતે પ્રથમ વખત વાઇબ્રન્ટનું ઉદ્ઘાટન સવારને બદલે બપોરે રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી બન્યા બાદ મોદીની ગુજરાતની આ 10મી મુલાકાત છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram