સ્વચ્છતાના આગ્રહી નરેન્દ્ર મોદીએ કર્યું કંઈક એવું કે સૌ જોતા જ રહી ગયા, જુઓ વીડિયો
Continues below advertisement
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત ફરી સ્વચ્છતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનના પુસ્તક માતોશ્રીના વિમોચન પ્રસંગે પીએમ મોદીએ કંઈક એવું કર્યું કે બાદમાં તાળીઓથી હોલ ગુંજી ઉઠ્યો. સંસદની લાઈબ્રેરી બિલ્ડિંગમાં ઓડિટોરિયમમાં મંગળારે સાંજે 6.30 કલાકે પુસ્તક વિમોચનનો કાર્યક્રમ હતો. આ પુસ્તક ઇન્દોરની મહારાણી રહેલ અહિલ્યાબાઈના જીવન પર આધારિત છે. પીએમ મોદીએ વિમોચન બાદ પેકિંગ પેર હાથમાં જ પકડી રાખ્યું હતું. થોડી વાર પછી તેમણે પેકિંગ પેપર બન્ને હાથે વાળીને તરત જ પોતાના હાફ જેકેટમાં ગજવામાં મુકી દીધું.
Continues below advertisement