'ગુજરાતી નાવિકની મદદથી વાસ્કો ડી ગામા ભારત પહોંચ્યો હતો', મોદીએ બીજું શું કહ્યું?

Continues below advertisement
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની 52મી સામાન્ય સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, ગુજરાતીઓ પોતાના વેપાર અને આફ્રિકા પ્રત્યેના પ્રેમના કારણે ઓળખાય છે. મને ખુશી છે કે આજે આ કાર્યક્રમ ભારતમાં અને એ પણ ગુજરાતમાં યોજાઈ રહ્યો છે. ગુજરાતી નાવિકની મદદથી વાસ્કો ડી ગામા ભારત પહોંચ્યો હતો. મુંબાસા યુગાન્ડા રેલવે બાંધવામાં ગુજરાતીઓનો ફાળો રહ્યો છે. આફ્રિકા ભારતના સંબધો મજબૂત બનાવવામાં ગુજરાતીઓનો વિશેષ ફાળો છે. નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે આફ્રિકા માટે દુનિયાના દરવાજા બંધ હતા ત્યારે ફક્ત ભારત આફ્રિકા સાથે હતું.

આફ્રિકા ભારતની આર્થિક અને વિદેશ નીતિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. 54 આફ્રિકી દેશો સાથે ભારતના મજબૂત સંબંધો રહ્યા છે. પીએમ બન્યા પછી મેં 6 આફ્રિકી દેશોની મુલાકાત લીધી.રાષ્ટ્રપતિએ 3 અને ઉપરાષ્ટ્રપતિ એ 7 આફ્રિકી દેશોની મુલાકાત લીધી છે. એક પણ દેશ એવો નહીં હોય જેની મુલાકાત મારા મંત્રીઓએ નહીં લીધી હોય.

આફ્રિકા અને ભારતના શહેરો વચ્ચે વિકાસના સંબધો છે. એક્ઝિમ બેંક દ્વારા 44 દેશોમાં 151 ક્રેડિટ વધારી. એશિયા આફ્રિકા ગ્રુપ કોરિડોર પર ભારત અને જાપાન કામ કરી રહ્યા છે.ભારત અને જાપાન મળીને સ્કિલ, હેલ્થ, મેન્યુફેનક્ચરિંગ ક્ષેત્રે વધુ કામ કરવા માંગે છે. આફ્રિકામાં રોકાણ કરતો ભારત 5 મો સૌથી મોટો દેશ છે. બ્રિક્સ બેંકનું સ્થાનિક સેન્ટર આફ્રિકામાં બને તે માટે ભારતના પ્રયાસો છે. ભારત આફ્રિકા વચ્ચેનો વેપાર છેલ્લા 5 વર્ષમાં બમણો થયો છે. વેપાર વધીને 72 મિલિયન ડોલર પહોંચ્યો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram