કોયંબતૂરઃ PM મોદી કરશે 115 ફૂટ ઉંચી શિવજીની પ્રતિમાનું અનાવરણ, જુઓ વીડિયો

Continues below advertisement

કોયંબતૂરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાશિવરાત્રીના અવસર પર ભગવાન શિવજીની 112 ફૂટ ઉંચી ભવ્ય મૂર્તિનું અનાવરણ કરશે. મોદી અહીંના ઇશા યોગ કેન્દ્રમાં યોગના સંસ્થાપક શિવની પ્રતિમાનું અનાવરણ કરશે. 

મોદી આ પ્રતિમાના અનાવરણ સાથે અગ્નિને પ્રગટાવશે અને દુનિયાભરમાં મહાયોગ યજ્ઞની શરૂઆત કરશે. આ પ્રતિમાનો હેતું આવનારા વર્ષોમાં 10 લાખ લોકો યોગના એક સરલને ઓછામાં ઓછા 100 લોકોને શીખવાડે. 

આ પ્રતિમાને ઇશા ફાઉન્ડેશનના ફાઉન્ડર સદગુરુ જગ્ગી વાસુદેવે ડિઝાઇન કરી છે. પથ્થરના બદલે સ્ટીલના ટૂકડાઓને જોડીને તૈયાર કરવામાં આવી છે. નંદીની પ્રતિમાને પણ તલના બીજ, હળદર, રાખ અને રેતીને ભરીને તૈયાર કરવામાં આવી છે.   

આ પ્રોગ્રામને લગભગ 5 કરોડ લોકો લાઇવ નિહાળશે. આ કાર્યક્રમને 23 સેટેલાઇટ ટેલિવિઝન ચેનલ્સ પર બતાવવામાં આવશે. કાર્યક્રમ 12 કલાક સુધી ચાલશે.

 

 


Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram