ઓસ્ટ્રેલિયાના PM સાથે મોદી પહોંચ્યા દિલ્લી અક્ષરધામ, મેટ્રોમાં કરી મુસાફરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ મૈલકોમ ટર્બુનલને દિલ્લીમાં આવેલા સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી છે. આ માટે બંને નેતાઓ દિલ્હીના મંડી હાઉસ સ્ટેશનેથી મેટ્રોમાં બેઠા હતા.
તે સિવાય બંન્ને નેતાઓએ દિલ્લી મેટ્રોની મુસાફરી કરી હતી. પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે મંડી હાઉસ મેટ્રો પહોંચ્યા હતા. પીએમ મોદીને સ્ટેશન પર જોતા લોકોએ મોદી મોદી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. નોંધનીય છે કે બોચાસણવાસી શ્રી અક્ષરપુરૂષોતમ સંસ્થા દ્વારા દિલ્લી અક્ષરધામનું નિર્માણ કરવામાં આવ્યું છે, અક્ષરધામમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.