અમદાવાદઃ હોટલના સ્ટાફને પોલીસે કેમ ફટકાર્યા? જુઓ LIVE VIDEO

Continues below advertisement
અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી જય દ્વારકાધીશ હોટલના સ્ટાફનિા પોલીસ કર્મચારીઓ દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓએ દારૂના નશામાં હુમલો કર્યો હોવાનો આક્ષેપ હોટલ સ્ટાફ દ્વારા લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

દ્વારકાધીશ હોટેલના કર્મીઓ સાથે મારપીટ કરતા પોલીસકર્મીના સીસીટીવી વાયરલ થતા ચકચાર મચી ગઇ છે.
જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે આમ જનતાનું શું આવો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. શહેરની દ્વારકાધીશ હોટેલમાં કામ કરતા ગોપાલ આરોપ લાગવાયો કે 31 જાન્યુઆરીના દિવસે રાતના 3ના સુમારે 4 થી 5 પોલીસ કન્સ્ટેબલ જમવા આવ્યા હતા પણ હોટેલ બંધ હોવાથી ના પાડી હતી. બસ આ ના બાદ પોલીસ કર્મીઓએ પોતાનો રોફ આ નિર્દોષ કર્મચારી પર ઉતાર્યો અને મારપીટ કરી પણ આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

મારપીટ બાદ આ હોટેલકર્મીને ધાક ધમકી આપવામાં આવી હતી અને કોઈ પોલીસ સ્ટેશન તારી ફરિયાદ નહીં લે તેવી ધમકી આપવામાં આવી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram