સુરતઃ ઉધનામાં ત્રણ યુવકોને પોલીસે બેરહેમીથી ફટકાર્યા, વીડિયો વાયરલ
Continues below advertisement
સુરતઃ ઉધના પોલીસ મથકના પીએસઆઈ જે.બી. આહીરે ત્રણ નિર્દોષ યુવકોને ઢોરમાર મારી લોકઅપમાં પૂરી દીધાની ફરિયાદ કરી. ઉધનામાં બે દિવસ પહેલા કોમી છમકલાની જાણ કરનાર યુવકના પરિવારને જ પોલીસે ઢોરમાર માર્યો. હોળી વખતે થયેલી મારામારીના મુદ્દે ગત બુધવારે મોડી રાત્રે ઉધનામાં બે કોમના ટોળા વચ્ચે કોમી છમકલું થયું હતું. સામસામે પથ્થરમારા સાથે દુકાનોની તોડફોડ તોફાનીઓ દ્વારા કરાઈ હતી. ત્યારે સ્થાનિક યુવકે પોલીસને ફોન કરી બનાવની જાણ કરી હતી. ત્યારે ઉધના પોલીસના પીએસઆઈ આહીર તોફાનીઓને પકડવાની જગ્યાએ યુવક અને તેના પરિવારના સભ્યોને ઢોરમાર મારી લોકઅપમાં પણ પુરી દીધા હતા. ઉધના વસંત વિહાર સોસાયટીમાં હોળીના સમયે એક યુવકને ત્રણ વિધર્મી યુવકોએ માર માર્યો હતો.
Continues below advertisement