અમદાવાદઃ અનામત ખતમ કરવાની વાત કરનાર RSSના પ્રવક્તા મનમોહન વૈદ્યનો કાળા વાવટા ફરકાવી વિરોધ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક ખાતે આરએસએસની 3 દિવસીય બેઠકનો આજથી પ્રારંભ થયો. વિશ્વ સવાંદ કેન્દ્રને લાગતી આ બેઠકમાં અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્ય હાજર છે, જેમને જયપુર ખાતે અનામત મુદ્દે ટિપ્પણી કરી હતી. ઓએસએસ એકતા સમિતિ દ્વારા ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક ખાતે મનમોહન વૈદ્યના આ નિવેદન મુદ્દે તેમનો વિરોધ કરવામાં આવ્યો. હાથમા કાળા વાવટા અને સુત્રોચાર સાથે કાર્યકર્તાઓએ ભારતભરમા આ મામલે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વિરોધ કરતા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.
Continues below advertisement