વલસાડઃ પાટીદારો પર લાઠીચાર્જ, બેરોજગારી, ખેડૂતોના દર્દ પર રાહુલ ગાંધીએ શું કહ્યું?

Continues below advertisement

પારડીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વલસાડના પારડી ખાતે નવસર્જન યાત્રામાં ઉમટેલી જંગી મેદનીને સંબોધી હતી. રાહુલ ગાંધીએ રેલીને સંબોધતા કહ્યું  હતું કે, યુવાઓની બેરોજગારી, ખેડૂતોનું દર્દ, પાટીદારો પર લાઠીચાર્જ. ગરીબી, મોંઘી સારવાર, ભ્રષ્ટાચાર, ગુજરાતની સચ્ચાઇ છે. 

રાહુલ ગાંધીએ રેલીમાં મોદી સરકાર પર અનેક પ્રહારો કર્યા છે. રાહુલે કહ્યું કે, ગુજરાત સરકાર પાંચ-દસ ઉદ્યોગપતિઓની મદદ કરી રહી છે. કોગ્રેસ સરકારે 33000 કરોડ રૂપિયામાં સમગ્ર દેશમાં મનરેગા યોજના હેઠળ લોકોને રોજગારી આપી હતી જ્યારે ગુજરાત સરકારે ફક્ત એક કંપનીને આટલા જ રૂપિયા આપી દીધા હતા.  

સરકાર સોય જેટલી પણ લોકોને મદદ કરતી નથી. રાહુલે કહ્યું કે, 2007માં નરેન્દ્ર મોદીએ આદિવાસીઓને 15 હજાર કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. 2012માં 40 હજાર કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી પરંતુ હજુ સુધી કોઇને રૂપિયા આપ્યા નથી. હાલમાં ગુજરાતમાં તમામ સમાજ આંદોલન કરવા મજબૂર બન્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram