કર્ણાટકમાં રાહુલ ગાંધીએ મરચાનાં ભજીયાં ખાતાં ખાતાં કોની સામે મારી આંખ ? જુઓ વીડિયો
Continues below advertisement
નવી દિલ્હીઃ કોગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી કર્ણાટકના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે રાયપુરમાં દરગાહ પર ગયા હતા. તેમની સાથે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સહિત અનેક કોગ્રેસના મોટા નેતા હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ કોગ્રેસના નેતાઓ સાથે નાસ્તામાં પકોડા ખાધા હતા અને ચા પણ પીધી હતી. પકોડા ખાતા ખાતા રાહુલ ગાંધીએ કોઈની સામે જોઇને આંખ મારી હતી. જોકે, વીડિયોમાં રાહુલ ગાંધીએ કોને આંખ મારી તે જોઇ શકાતુ નથી.
વડાપ્રધાન મોદીની ટીકા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીએ ઇતિહાસ પર ભાષણ આપવાના બદલે કામ કરવાનું શરૂ કરી દેવું જોઇએ. તેમનું શાસનકાળ પુરુ થવામાં બહુ સમય વધ્યો નથી.
Continues below advertisement