સુરતઃ ભાજપના નેતા જોતા રહ્યા ને કોણે રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુને કાળો ખેસ પહેરાવી લોલીપોપ પકડાવી દીધી ? જુઓ વિડીયો

Continues below advertisement

સુરતઃ સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રિય રેલ્વે મંત્રી સુરેશ પ્રભુને પાટીદારોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સુરેશ પ્રભુ લિંબાયતના નીલગીરી મેદાન ખાતે કેશલેસ ઇકોનોમી અને ડિજિટલ પેમેન્ટ અંગે લોક જાગૃતિ માટે ડીજી ધનમેલા અને રેલ્વે મંત્રાલય તરફથી વિવિધ પ્રકલપોના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. 

ડીજી ધનમેલાના ઉદ્ધાટન દરમિયાન સુરેશ પ્રભુએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશમા ભાજપની સરકાર બનશે અને અખિલેશ તથા રાહુલ એક સાથે હારવા માટે પ્રચાર કરી રહયા છે. પંજાબ અને ગોવામા મતગણતરી બાદ ખ્યાલ આવશે કે સરકાર કોની બને છે પરંતુ જે પ્રમાણે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જે પ્રમાણે લોકોનું સમર્થન મળી રહ્યુ છે તેનાંથી ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો છે. 

વધુમાં સુરેશ પ્રભુએ જણાવ્યું કે મોદીને વડાપ્રધાન તરીકે ઉત્તરપ્રદેશના લોકોએ વિજયી બનાવ્યા છે. એટલે જ આ વખતે લોકોએ મોદીજી પર વિશ્વાસ કર્યો છે અને એ પ્રમાણે ના પરિણામ જોવા મળશે. ગોવામાં બીજેપીની સરકાર બનશે તો શું મનોહર પરિકર મુખ્યમંત્રી બનશે આ સવાલ પર હાસ્ય સાથે સુરેશ પ્રભુએ જણાવ્યું કે, આ અંગેનો અંતિમ નિર્ણય પક્ષનો હાઇકમાન્ડ કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram