રાજકોટ ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીની દાદાગીરી, માર મારતો વીડિયો વાયરલ

Continues below advertisement

રાજકોટઃ રાજકોટ પૂર્વ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણી દૂકાનમાં ઘૂસી કોઇને બેફામ માર મારતા હોય તેવો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. રૈયાણી દુકાનમાં ઘૂસીને દાદાગીરી કરતા હોય તેવો વીડિયો  સામે આવતા રાજકોટ રાજકારણ પણ ગરમાયું છે. 

 અરવિંદ રૈયાણીને ભાજપે પ્રથમવખત જ ટિકિટ આપી છે. રાજકોટ શહેરમાં આવેલી ધર્મેશ લિંબાસિયા અને ગૌતમ લિંબાસિયા નામના વ્યક્તિની દૂકાનમાં ઘૂસી રૈયાણીએ દાદાગીરી કરી હતી. કોંગ્રેસ જીતશે તેવી વાત કરતાં રૈયાણી ઉશ્કેરાયા હતા અને બંનેને સાથીઓને રાખી માર માર્યો હતો. ઘટના બાદ પોલીસમાં ફરિયાદ થતા તપાસ હાથ ધરાઇ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram