રાજકોટઃ છૂટ્ટાની અછતને કારણે પરેશાન છો, આ રીક્ષાવાળો લે છે ઇ-પેમેન્ટ, આપે છે વાઇફાઇની સુવિધા, જુઓ VIDEO
Continues below advertisement
નોટબંધી બાદ ચલણી નોટની પડતી અછતને કારણે કેસલેસ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તે જરૂરી છે ત્યારે રાજકોટના એક રિક્ષાવાળાએ કેશલેસ ટ્રાન્ઝેક્શનને અપનાવ્યું છે અને રિક્ષામાં બેસતા લોકોને ભાડું ચૂકવવા માટે પેટીએમની સુવિધા પુરી પાડે છે, એટલે કે રિક્ષામાં બેસતા લોકોને ભાડું ચૂકવવા માટે ચલણી નોટ આપવી પડતું નથી પરંતુ પેટીએમ થી ઓનલાઇન પેમેન્ટ કરી શકશે.
રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે ખોડિયારનગરમાં રહેતા ઇલિયાસભાઈ કલાડિયા પાસે આધુનિક રીક્ષા છે જેને ખરેખર કેશલેસ રીક્ષા કહી શકાય, ઇલિયાસભાઈની રિક્ષામાં પેટીએમ , એલસીડી ટીવી અને ફ્રી વાઇફાઇની સુવિધા છે. પુરા દેશમાં નોટબંધીની સમસ્યા છે ત્યારે કેશલેસ ટ્રાન્ઝેક્શનને અપનાવવા માટે આગ્રહ રાખવામાં આવે છે, તો રાજકોટના રિક્ષાવાળા ઇલિયાસભાઈએ પોતાની રિક્ષામાં પેટીએમની સુવિધા પુરી પાડી કેશલેસ ટ્રાન્ઝેક્શનને બખૂબી અપનાવી લીધું છે...
ઇલિયાસભાઈ ઓલા - કેબ સંસ્થા સાથે પણ જોડાયેલા છે જેથી તેમની રીક્ષા માં મુસાફરી કરનાર મુસાફર ઈલિયાસ ભાઈ નો સંપૂર્ણ બાયોડેટા જાણી શકે છે. આધુનિક અને ડિજિટલ સેવા થી સાંજ આ રીક્ષા ચાલક ની જેમ અન્ય રીક્ષા ચાલકો આવી સુવિધા નો ઉપયોગ કરે તો લોકો ને પડતી મુશ્કેલી હલ થઇ શકશે.