રાજકોટ: જુગારધામથી નાસી છૂટેલા આરોપીને પોલીસે ધરપકડ કરી કાઢ્યું સરઘસ, મંગાવી માફી, જુઓ વીડિયો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થોડા દિવસ પહેલા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચાલતા ઘોડી પાસના જુગાર કલબ પર દરોડા પાડ્યા હતા. આ સમયે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી ના દ્રશ્યો સર્જાયા હતા અને જુગાર રમતા શખ્સો નાસી છુટ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન 5 લાખ રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કરી 10 થી વધારે શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. જુગાર કલબ ચલાવનાર તન્વીર સિસાંગિયા ત્યાંથી ભાગવામા ઇજાગ્રસ્ત થયો હતો જેની ગઈકાલે સાંજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આજ રોજ પોલીસ દ્વારા આરોપી તન્વીર નું જંગલેશ્વર વિસ્તાર મા સરઘસ કાઢી જાહેર મા સ્થાનિકો પાસે માફી મંગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ કેશમાં પોલીસ ની ફરજ મા રુકાવટ અને જુગાર ના ગુન્હામા અન્ય આરોપીઓ હજુ પોલીસ ગિરફત ની બહાર છે.