રાજકોટઃ ગેસ કટરથી ATM તોડી ચલાવી 18.30 લાખની લૂંટ, સીસીટીવીમાં લૂંટારું કેદ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ: કોઠારિયા રોડ પર ગોવિંદનગર નજીક આવેલા એક્સિસ બેંકના સિક્યોરિટી ગાર્ડ વિનાના એટીએમ સેન્ટરમાંથી મંગળવારની રાતે બે બુકાનીધારી શખ્સે એટીએમને ગેસ કટરથી કાપીને કરન્સી ચેસ્ટમાંથી રૂ.2 હજાર અને 500ના દરની કુલ રૂ.18 લાખ 13 હજાર 500ની રોકડ રકમની ચોરી કરી છે. લૂંટારુઓ એક્સિસ બેંકના સીસીટીવી કેમેરા તોડીને સાથે લઇ ગયા હતા, તેમજ બાજુમાં આવેલી આઇસીઆઇસીઆઇ બેંકના સીસીટીવી કેમેરાની દિશા ફેરવી નાખી ત્યાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો.
Continues below advertisement