ગુજરાતમાં આવતા મહિને ક્યારે થશે રાજ્યસભાની ચૂંટણી ? જાણો કોણ કોણ થઈ રહ્યું છે નિવૃત્ત ? 

Continues below advertisement

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમેદ પટેલ, સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની અને તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયન સહિત રાજ્યસભાના કેટલાક સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. 

ચૂંટણી પંચે રાજ્યસભાની દસ સીટો માટે આગામી 8 જૂને ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. આ બેઠકો માટે ત્રણ રાજ્યોમાં મતદાન કરવામાં આવશે. આ ચૂંટણી માટેનું જાહેરનામું 22 મે ના રોજ કરાશે. ગુજરાતમાંથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ તથા ભાજપના રાજ્યસભા સાંસદ દિલિપભાઇ પંડ્યા અને સ્મૃતિ ઇરાનીનો કાર્યકાળ 18 ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યો છે. ગુજરાતની 3 રાજ્યસભા બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે.

 ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 29 મે છે જ્યારે 30 મેના રોજ ફોર્મની સ્ક્રુટીની થશે. એક જૂનના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. જો જરૂર જણાશે તો આઠ જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણીનું મતદાન યોજાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram