GCMMFના નવા ચેરમેન બન્યા રામસિંહ પરમાર, શંકર ચૌધરીને ન મળી તક
Continues below advertisement
ગાંધીનગરઃવિશ્વના સૌથી મોટા સહકારી સંઘ ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન તરીકે રામસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે વાઈસ ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડની નિમણુંક થઇ હતી. GCMMFના સભ્યોની બેઠક મળી જેમાં ચેરમેન તરીકે રામસિંહ પરમારની નિયુક્તિ કરવામાં આવી. જ્યારે જેઠાભાઈ ભરવાડ વાઈસ ચેરમેન બન્યા છે. જે મામલે ભુપેંદ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગરમાં મળેલી બેઠકમાં ચેરમેનોએ પક્ષ પર નિર્ણય છોડ્યો હતો.
જે બાદ પાર્ટીએ ચર્ચા વિચારણના અંતે અમુલના ચેરમેન રામસિંહ પરમારની વરણી કરવામાં આવી. શંકર ચૌધરીએ રામસિંહ પરમારના નામની દરખાસ્ત મુકી જેને બોર્ડના સભ્યોએ સ્વીકારી લીધી. સાથે ભુપેંદ્રસિંહે એવી પણ સ્પષ્ટતા કરી કે શંકર ચૌધરીને પક્ષ અન્ય કોઈ કામગીરી સોંપવાનો હોવાથી રામસિંહ પરમારને સુકાન સોંપવામાં આવ્યું છે
Continues below advertisement