ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થઇ પૂર્ણ, જવાનોને ગરબા રમાડી અપાઇ વિદાય
Continues below advertisement
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવી હતી. જેને પગલે રાજ્યમાં સુરક્ષાના કારણોસર મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં જવાનો ગરબા રમતા જોઇ શકાય છે. કહેવામાં આવી રહ્યુ છે કે ડ્યુટી પૂર્ણ કર્યા બાદ ગુજરાતના લોકોએ જવાનોને ગરબા રમાડીને ભાવભીની વિદાય આપી હતી. જોકે, વીડિયો ક્યાંનો છે તેને લઇને કોઇ ચોક્કસ માહિતી મળી રહી નથી.
Continues below advertisement