ભાવનગરના યુવરાજના શાહી લગ્નમાં આવો હતો ઠાઠ, જુઓ વીડિયો
ભાવનગરના રાજવી પરિવારમાં વર્ષો પછી રૂડો અવસર આવ્યો છે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીના પુત્ર જયવીરરાજસિંહજીના લગ્ન સીતારામપુરના રાજ કુંવરી કૃતિકારંજની દેવી સાથે કર્યા છે લગ્ન બાદ આજે રાજવી પરિવાર દ્વારા વરવધુ યાત્રા વિન્ટેજ કારમાં નીકળી હતી.
ભાવનગરના ગોહિલ વંશના રાજવી વિજયરાજસિંહજીના રાજકુંવર જયવીરરાજસિંહજીના લગ્ન પૂર્ણ શાહી ઠાઠમાઠથી જયપુર ખાતે દેશભરના રાજા-મહારાજાઓની ઉપસ્થિતિમાં સંતરામપુરના રાજકુંવરી કૃતિરંજનીદેવી સાથે પૂર્ણ થયા બાદ ભાવનગર શહેરનાં હોટલ નારાયણીથી નિલમબાગ પેલેસ સુધીની રાજકુંવર જયવીરરાજસિંહજી તેમજ રાજકુંવરી કૃતિરંજનીદેવી ની વર-વધૂ નગર યાત્રા યોજવામાં આ હતી.
આ પ્રસંગે નિલમબાગ ખાતે રજવાડી ઠાઠની વિન્ટેજ કારમાં રાજકુમાર અને રાજકુંવરી યાત્રાએ નીકળેલ.આ વર-વધુ યાત્રામાં મોટી સંખ્યા માં યુવાનો સાફામાં સજ્જ નીકળેલ તેમજ યુવાનો દ્વારા હાર્લિ ડેવિડસન બાઈક, ઘોડેસવારો સહિતનો ઠાઠ આકર્ષણ જમાવેલ.આ યાત્રામાં ભાવનગરના ગોહિલ વંશના રાજવી વિજયરાજસિંહજી,શિવભદ્રસિહજી પણ યાત્રામાં સાથે જોડાયા હતા.