વલસાડઃ ગીતા રબારીના ડાયરામાં લોકોએ કર્યો પૈસાનો વરસાદ, રૂપિયા ગણવા માટે મશીનો મંગાવવા પડ્યા
Continues below advertisement
વલસાડઃ વલસાડ જિલ્લાના કલવાડા ગામમાં યોજવામાં આવેલા ડાયરામાં લોકોએ ગાયક કલાકારો પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. જલારામ માનવ સેવા ટ્રસ્ટ માટે યોજવામાં આવેલા ગુજરાતી લોક ગાયક કલાકાર બ્રિજરાજદાન ગઢવી અને લોકગાયિકા ગીતા રબારી પર લોકોએ 500 અને 200 રૂપિયાની નોટોનો વરસાદ વરસાવ્યો હતો. લોકડાયરામાં લોકોએ 50 લાખ રૂપિયા ઉડાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આટલા બધા રૂપિયા ગણવા માટે મશીનો મંગાવવામાં આવ્યા હતા.
Continues below advertisement