સચિન તેંડુલકરે જ્યારે ઝાકીર હુસૈન સાથે કરી જુગલબંદી, શેર કર્યો વીડિયો

Continues below advertisement

મુંબઈ: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર કરોડો ક્રિકેટ ફેંસના દિલ જીત્યા છે. હવે તેઓ મ્યુઝિકના માધ્યમથી પણ લોકોને સરપ્રાઈઝ કરી રહ્યા છે.

સચિને તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ઉસ્તાદ ઝાકીર હુસૈન સાથે એક સ્ટેજ પર જુગલબંદી છે. આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 8 લાખ 15 હજારથી વધારે લોકોએ જોયો છે અને 10,000થી વધારે શેર થયો છે.

આ એક મીનિટના વીડિયોમાં ઝાકિર હુસૈન અને સચિનના ફેંસને ખૂબ મજા આવશે.

આ બંને હસ્તીઓ 9 જાન્યુઆરીના રોજ એક મંચ પર આવ્યા હતા. ‘માસ્ટર એન્ડ મેસ્ટ્રો’ કાર્યક્રમમાં તે બંનેએ સફળતાની સફર અંગે વાત કરી હતી.

આ વીડિયો શેર કરતા સચિને લખ્યુ છે કે, ઉસ્તાદ સાથે મંચ શેર કર્યો, અને થોડા બિટ્સ વગાડીને એક સુંદર રિધમ પણ બનાવી. આ અનુભવ હંમેશા મારા માટે ખાસ રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram